ઓનલાઈન ડુપ્લીકેટ માર્કસીટ ફોર્મ ભરનાર વિદ્યાર્થીએ નીચે દર્શાવેલ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચવી અને તેનું પાલન કરવાનું રહેશે.
(૧). ડુપ્લીકેટ માર્કસીટ માટેની ફી રૂ|- ૧૦૦/- નિયત કરવામાં આવેલ છે
( ONLINE PAYMENT GATEWAY ) માધ્યમથી ફી ભરવાની રહેશે.
(૨). નીચે દર્શાવેલ વેબ સાઈટ પરથી ઓનલાઈન ફોર્મ / આવેદનપત્ર forms.saurashtrauniversity.edu પરથી ભરી શકાશે.
(૩). વિદ્યાર્થીએ ડુપ્લીકેટનાં ફોર્મમાં સીટ નંબર પરીક્ષાનું વર્ષ અને કોલેજનું નામ દર્શાવવાનું રહેશે.
(૪). જે માર્કસીટ જોઈતી હોઈ તે માર્કસીટની ફોટોકોપી ( જો હોઈ તો) સ્કેન કરી JPG / PDF Minimum Upload Size: 25KB | Maximum Upload Size : 500KB ફાઈલ ઓનલાઈન ફોર્મ ભરતા સમયે સાથે રાખવી કે જે ફોર્મ ભરતા સમયે Upload કરવાની રહેશે. ( સ્કેન કરેલ JPG / PDF ફાઈલ સ્પષ્ટ રીતે વંચાઈ શકે તેવી હોવી જોઈએ.)
(૫). વિદ્યાર્થી ડુપ્લીકેટ માર્કસીટ રૂબરૂ કે પોસ્ટ દ્વારા મેળવવા માંગે છે તે તેમાં સિલેક્ટ કરવું.
(૬). જે વિદ્યાર્થીને ડુપ્લીકેટ માર્કશીટ કઢાવવાનીહોય તેમણે જયારે લેવા આવે ત્યારે ફોટો - ID તથા સરનામાં વાળું સરકારી કોઈપણ કાર્ડની નકલ આપવાની રહેશે.
(૭). વિદ્યાર્થીની બદલે અન્ય કોઈ લેવા આવે તો વિદ્યાર્થી દ્વારા લેવા આવે છે તેમના નામનો ઓથોરીટી લેટર, લેવા આવનારનું ફોટો -ID તથા સરનામાં વાળું સરકારી કોઈપણ કાર્ડની નકલ આપવાની રહેશે.
(૮) વિદ્યાર્થી/અરજદાર દ્વારા ભરાયલ ફોર્મ માં અધુરી વિગત/ ખોટા સીટ નંબર / અન્ય ખોટી વિગટ દર્શાવામાં આવેલ હશે તો, ફોર્મ રદ ગણાશે, તેમજ ફી રીફંડ માટે હકદાર ગણાશે નહિ,
(૯) જે વિદ્યાર્થી નું પરિણામ W.O.-156 હેઠળ હોય તેવા વિદ્યાર્થીઓની "DUPLICATE MARKSHEET" આપવામાં આવશે નહી, જો ફોર્મ ભરાયેલ હશે તો ફી રીફંડ માટે હકદાર ગણાશે નહિ.
==> ખાસ અગત્યનું
-
ડુપ્લીકેટ માર્કસીટ ફોર્મ માંટે પેમેન્ટ ઓનલાઈન જ (Online) કરવાનું છે, પેમેન્ટ માટે કે અન્ય કોઈ ટેકનીક પ્રશ્નો ઉપસ્થિત થાય તો તેના માટે ફોન નં -0281 - 2576511 (એક્ષ્ટેન્શન નં *762, 763) પર નો સંપર્ક કરવાનો રહેશે.
ખાસ નોંધ :- ( જો કોઈ તકનીકી કે આકસ્મિક કારણો નહિ હોઈ તો માર્કસીટ જેટલી શક્ય હશે તેટલી વહેલી આપવામાં આવશે.)
કોઈપણ કારણોસર ડુપ્લીકેટ માર્કસીટ અંગેનું ફોર્મ રદબાદલ કરવાનું થાય તો તે અંગેનો નિર્ણય કરવાનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો અબાધિત અધિકાર રહેશે, જે અરજદાર ને બંધનકર્તા રહેશે.